યૌનશોષણના આક્ષેપ પછી ફ્લિપકાર્ટમાંથી બિન્ની બંસલનું રાજીનામું

Thursday 15th November 2018 06:55 EST
 
 

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક અને ગ્રુપ સીઇઓ બિન્ની બંસલ (૩૭)એ તાજેતરમાં અચાનક રાજીનામું આપી દીધું હતું. વોલમાર્ટે ફ્લિપકાર્ટને હસ્તગત કરી તેના છ મહિનામાં જ આ ઘટના બનવા પામી છે. વર્ષો પહેલાં યૌનશોષણનો આક્ષેપ તેમના પર થયો હતો. તે મહિલા કર્મચારી ફ્લિપકાર્ટની પૂર્વ કર્મચારી હતી અને આક્ષેપ કર્યો ત્યારે તે કંપનીમાં નહોતી. તપાસમાં આ આરોપ સાબિત થઈ શક્યા નહોતા, પરંતુ બિન્ની તરફથી પારદર્શકતાનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું.

મહિલા બિઝનેસવુમન છે

બિન્ની સામે યૌનશોષણનો આક્ષેપ કરનારી મહિલા હાલમાં પોતાનો બિઝનેસ કરી રહી છે. જોકે તપાસમાં બિન્ની સામેના આક્ષેપો પુરવાર થઈ શક્યા નહોતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter