શશિ થરુરે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે લીધેલી એક સેલ્ફી ટ્વિટર પર મૂકીને પોતાનું પોત પ્રકાશ્યું છે. સંસદમાં શશિ થરુરે ટીએમસી સાંસદ નુસરત જહાં અને મિનિ ચક્રવર્તી, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, કોંગ્રેસ સાંસદ પરનિત કૌર, જોતિમણિ અને ડીએમકે સાંસદ થમિજાયી થાંગપાન્ડિયન સાથેની સેલ્ફી ટ્વિટર પર મૂકતાં એવી નિમ્ન સ્તરની કોમેન્ટ કરી હતી કે, ‘આજે સવારે મારા છ સાથી સાંસદો સાથે... કોણ કહે છે, લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી!’ મજાકમાં મહિલાઓના માત્ર સુંદર દેખાવ પર ફોકસ કરીને શશિ થરુરે પોતાની નઠારી માનસિકતા છતી કરી દીધી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિરોધનાં વંટોળ ઊઠતાં તેમણે માફી માગતી પોસ્ટ પણ મૂકી હતી.


