ચેન્નઇઃ તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે અચાનક જ રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના પક્ષ મક્કલ મંદરમનું વિસર્જન કરી દીધું છે. રજનીકાંતે કહ્યું કે, ‘ભવિષ્યમાં ફરી રાજકરણમાં આવવાનો કોઇ ઇરાદો નથી. હવે આ પ્લેટફોર્મ પર હું કલ્યાણકારી યોજનાઓ લગતું કામ કરીશ. હવે આ સંસ્થા રજની રસીગર નરપાની મંદરમના રૂપમાં કામ કરશે.’ નોંધનીય છે કે, રાજકારણમાં ૨૦૧૭માં રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે તેમણે રાજકીય પક્ષની રચના કરી હતી. પરંતુ કોરોના અને કથળતા આરોગ્યના કારણે તેમણે પક્ષનો ભંગ કરવાનો નિર્ણય કર્યો છે.