શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના એક નિવેદનને પગલે ભારે હોબાળો મચ્યો છે. ૨૫મી જૂને કાશ્મીરનાં આતંકી હુમલામાં આઠ જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને વખોડતી વેળાએ મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે રમઝાન મહિનો પવિત્ર ગણાય છે, આ મહિનામાં પુણ્યનું કામ કરવાનું હોય છે. રમઝાનમાં આતંકી હુમલો એ ખરેખર શરમજનક બાબત છે. મુસ્લિમ હોવાને નાતે આ આતંકી હુમલાથી હું શરમની લાગણી અનુભવી રહી છું.
આ નિવેદન બાદ કાશ્મીરના મુખ્ય વિપક્ષ નેશનલ કોન્ફરન્સે જણાવ્યું હતું કે મહેબૂબાએ માફી માગવી જોઈએ કેમ કે તેઓએ અગાઉ એવું કહ્યું કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો ને હવે તેઓ આતંકવાદને ધર્મ સાથે જોડી રહ્યા છે. તેમણે ઈસ્લામને આતંકવાદ સાથે જોડી દીધો. મુખ્ય પ્રધાન હોવાને નાતે તેમને આ નિવેદન શોભતું નથી.


