નવી દિલ્હીઃ સીબીઆઈના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ ૨૦૧૬માં માંસના વેપારી મોઈન કુરેશી કેસમાં હૈદરાબાદના વેપારી તસીશ સના પાસેથી લાંચ લીધી હોવાનું સનાના લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં આઠમીએ પુરવાર થયું હતું. મોઈન કુરેશી કેસમાં બચાવવા માટે અસ્થાનાએ સના પાસેથી રૂ. ૫ કરોડની લાંચ લીધી હોવાના આક્ષેપો કરાયા હતા. સનાની કબૂલાત અને ફરિયાદને આધારે ગયા વર્ષે રાકેશ અસ્થાનાના સામે ભ્રષ્ટાચાર અને લાંચનો કેસ કરાયો હતો. સીબીઆઈ એ આ કેસની તપાસ ૮ ડિસેમ્બર સુધીમાં પૂરી કરવાની છે. એવું મનાય છે કે મોટાભાગની તપાસ પૂરી થઈ ગઈ છે.