રાજન પછી હવે સ્વામીના ટાર્ગેટ સુબ્રમણ્યમ

Thursday 23rd June 2016 05:32 EDT
 
 

નવીદિલ્હી: અગાઉ રિઝર્વ બેકના ગવર્નર રઘુરામ રાજનને ટાર્ગેટ બનાવ્યા પછી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હવે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમને તેમનાં પદ પરથી હટાવવાની માગ કરી છે. બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે અરવિંદ સુબ્રમણ્યમનાં અમેરિકા તરફી વલણ તેમજ જીએસટીનો વિરોધ કરવા માટે કોંગ્રેસને ભડકાવ્યાનો તેમના પર સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે અરવિંદ સુબ્રમણ્યમ ગ્રીનકાર્ડ હોલ્ડર છે તેઓ ભારતીય નાગરિક નથી.

અરવિંદ વિશ્વાસપાત્રઃ જેટલી

ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીએ ભાજપના નેતા સ્વામીના આક્ષેપોને ફગાવીને દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમને ટેકો આપ્યો હતો. સરકારને તેમની કામગીરીમાં પૂર્ણ વિશ્વાસ છે જેટલીએ કહ્યું હતું કે, અમે આ મુદ્દે સ્વામીનાં વલણ સાથે સંમત નથી. ઓફિસરો સામેની સ્વામી ઝુબેશ પર જેટલીએ આકરા પ્રહારો કર્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter