રાજસ્થાનની સુમન રાવે જીત્યો મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૧૯નો ખિતાબ

Friday 21st June 2019 06:47 EDT
 
 

મુંબઈઃ રાજસ્થાનની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની વિદ્યાર્થિની સુમન રાવે મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૧૯નો ખિતાબ જીત્યો છે. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ ઇનડોર સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સુમન રાવે જણાવ્યું કે, આ ખિતાબ મળવાથી તે ખુશી અને સમ્માનનો અનુભવ કરે છે. મને હજુ પણ વિશ્વાસ નથી થતો. મને એવું લાગે છે કે હું જે સમાજમાંથી આવું છું તેના માટે હું આશાનું કિરણ બની છું. હવે મારા જેવી છોકરીઓ પોતાના સપનાંઓ પૂરા કરવા માટે ડરશે નહીં. મારી આ જીતથી મારો પરિવાર અને મિત્રો ખુશ છે. હું પણ તેમની સાથે ઉજવણી કરવા માટે બેચેન છું. છત્તીસગઢની શિવાની જાદવને મિસ ગ્રાન્ડ ઇન્ડિયા ૨૦૧૯નો ખિતાબ આપવામાં આવ્યો છે. શિવાની એક એન્જિનિયર છે. તો આ તરફ બિહારની મેનન્મેન્ટની વિદ્યાર્થિની શ્રેયા શંકરે મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેટસ ૨૦૧૯નો ખિતાબ જીત્યો છે. તેલંગણાની સંજના વિજ મિસ ઇન્ડિયા ૨૦૧૯ની રનર અપ રહી છે. પ્રખ્યાત ડિઝાઇનર ફાલ્ગુની શેન પિકોક, મિસ ઇન્ડિયા ૨૦૧૮ વેનેસા પોનકા ડી લિયોન, હુમા કુરૈશી, ચિત્રાંગદા સિંહ, આયુષ શર્મા, રેમો ડીસોઝા, દુતી ચાંદ અને સુનિલ છેત્રી આ કાર્યક્રમના જજ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter