જયપુરઃ રાજસ્થાનમાં ૨૦ જિલ્લાની ૯૦ બેઠકો પર આયોજિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયાં. ૩૦૩૪ વોર્ડમાંથી કોંગ્રેસને ૧૧૯૭માં જીત મળી હતી જ્યારે વિપક્ષ ભાજપ ૧૧૫૦ વોર્ડ જીતી બીજા ક્રમે રહ્યો હતો. એનસીપી - ૪૬, રાલોપા - ૧૩, માકપા - ૩ અને બસપાએ એક વોર્ડમાં જીત મેળવી હતી. ૬૩૪ વોર્ડમાં અપક્ષ ઉમેદવારો વિજયી થયા હતા. ગેહલોત અને પાઇલટ વચ્ચે વિવાદ છતાં કોંગ્રેસનો સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે.


