રાજસ્થાનમાં ૪૯ મ્યુનિપલ કાઉન્સિલની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો: ૨૮માં જીત

Thursday 21st November 2019 01:54 EST
 

જયપુરઃ રાજસ્થાનમાં ૪૯ મ્યુનિસિપલ કાઉન્સિલની ૧૬મી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ૨૮ મ્યુનિસિપલ કાઉન્સિલમાં એકલા હાથે વિજય મેળવ્યો છે. ૯૬૧ બેઠકો પર જીત મળી હોવાથી અપક્ષો સાથે મળીને કુલ ૩૦ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોંગ્રેસના બોર્ડ બનવાની આશા ઉભી થઈ છે. ૧૯મીએ જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૧૬ મ્યુનિસિપલ કાઉન્સિલમાં જીત મળી છે. બીજી તરફ અપક્ષો ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલમાં આગળ છે અને બાકીની બે કાઉન્સિલના પરિણામોની ગણતરી ચાલી રહી હોવાના અહેવાલ છે.

૪૯ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ ૨,૧૦૫ વોર્ડમાં ચૂંટણી થઈ હતી અને એમાં સત્તારૂઢ કોંગ્રેસને ૯૬૧, ભાજપને ૭૩૭ અને અપક્ષોને ૩૮૫ વોર્ડમાં જીત મળી છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટીને ૧૬, સીપીઆઈએમને ૩ અને એનસીપીને બે વોર્ડમાં જીત મળી છે. પરિણામો પરથી એ સ્પષ્ટ છે કે મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખ બનવા માટે વિવિધ પાર્ટીઓને અપક્ષ નગરસેવકોનો ટેકો જોઈશે અને તેથી અપક્ષ નગરસેવકો ડિમાન્ડમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter