રાજ્યોએ ૨૫૬ રદ કરીઃ રેલવેએ ૪,૧૯૭ સ્પેશિયલ ટ્રેન દોડાવી

Thursday 04th June 2020 07:53 EDT
 
 

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનના કારણે કામકાજ ઠપ્પ થતાં કોઇ કામકાજ વગર બેકારીમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવા ૧ મેથી બુધવાર સુધીમાં ૪,૧૯૭ ટ્રેન દોડાવાઇ છે. આ ટ્રેનો દ્વારા ૫૮ લાખ શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડાયા છે. ૮૧ ટ્રેન રસ્તામાં છે. રાજ્યોએ ૨૫૬ ટ્રેન રદ કરાવી. ત્યાર પછી ગુજરાતે ૪૭, કર્ણાટકે ૩૮ અને યુપીએ ૩૦ શ્રમિકો સ્પેશિયલ ટ્રેન રદ કરાવી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter