અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં ભવન નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા શનિવારે અયોધ્યા ગયા હતા અને ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય તેમજ ટ્રસ્ટનાં સભ્યો સાથે આશરે ૩ કલાક ચર્ચા કરી હતી. તેમણે રામ મંદિરનાં ભૂમિપૂજનની તારીખની ચર્ચા કરી હતી. હોળી પચી જૂના થઈ ગયેલા પથ્થરોની સફાઈ શરૂ કરવા સૂચનાઓ આપી હતી. નવું મંદિર બને ત્યાં સુધી રામલલાની મૂર્તિની ફાઇબર છે કાચનાં હંગામી મંદિરમાં શિફ્ટિંગ કરવા તેમજ મંદિરની સુરક્ષા અને ભક્તોની સુવિધા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. મંદિર નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.
રામ મંદિરના નિર્માણ માટે ૨ એપ્રિલ રામનવમી અથવા તો અક્ષય તૃતિયાએ ભૂમિપૂજન કરવામાં આવે તેવી સંભાવના છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય હોળી પહેલાં ટ્રસ્ટની બેઠકમાં લેવાશે તેવું માનવામાં આવે છે.