રામમંદિર હિન્દુસ્તાનના સન્માનનું પ્રતીક

Saturday 06th January 2024 06:11 EST
 
 

અયોધ્યા: શ્રીરામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે અયોધ્યા મહોત્સવમાં જણાવ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ તે રાષ્ટ્રના અપમાનની ભરપાઈ છે. હિંદુસ્તાનના સન્માનનું પ્રતીક છે રામમંદિર. રામમંદિર નિર્માણકાર્યમાં ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અયોધ્યામાં 3000થી વધુ રામમંદિર છે. તેમ છતાં નિર્મોહી અખાડા, દિગમ્બર અખાડા અને સાધુ સંત રામમંદિર માટે લડાઇ લડતા રહ્યા, કેમ કે અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થાન છે અને જન્મસ્થાનની અદલાબદલી ના થઈ શકે. તેમણે કહ્યું કે રામમંદિર રાષ્ટ્રનું મંદિર છે. રાષ્ટ્રના સન્માનનું મંદિર છે. મંદિર નિર્માણ માટે 10 કરોડ લોકો યોગદાન આપી ચૂક્યા છે. કરોડો લોકોના પરિશ્રમથી મંદિર નિર્માણ થઇ રહ્યું છે. રામમંદિરની આવરદા 1000 વર્ષ રહે તેવા પ્રયાસ થઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter