અયોધ્યાઃ અયોધ્યામાં બની રહેલા રામલલાના ભવ્યાતિભવ્ય મંદિરનું ગર્ભગૃહ આગામી ડિસેમ્બર સુધીમાં બનીને તૈયા૨ થઈ જશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ મંદિર શ્રદ્ધાળુઓ માટે આગામી વર્ષે 24 જાન્યુઆરીથી દર્શન માટે ખૂલી જવાની શક્યતા છે. મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 10 દિવસ સુધી ચાલશે, એમ અેક અહેવાલમાં જણાવાયું છે. મંદિર નિર્માણના પ્રથમ તબક્કામાં ગર્ભગૃહ, ફર્શનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે મકરસંક્રાતિ બાદ દર્શનાર્થીઓ માટે દ્વાર ખુલી થશે.


