રામમય બન્યું મથુરાઃ શ્રી કૃષ્ણે ધનુષ-બાણ ધારણ કર્યું

Friday 26th January 2024 09:20 EST
 
 

મથુરા: પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વ્રજમાં પણ અદ્ભુત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળ અને વૃંદાવનના ઠાઠુક બાંકેબિહારી મંદિર સહિત અન્ય મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણે સોમવારે પ્રભુ શ્રીરામના રૂપમાં દર્શન આપ્યા હતા. ભગવાન કૃષ્ણે પણ ધનુષ અને બાણ ધારણ કર્યા હતાં.
બાબા વિશ્વનાથ ધામમાં રામલલ્લા
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સંબંધિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ વારાણસીમાં પણ કરવામાં આવ્યું હતું. કાશી વિશ્વનાથ ધામમાં સવારથી ધાર્મિક અનુષ્ઠાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8-30 વાગે સુન્દરકાંડના પાઠની શરૂઆત થઇ હતી. સાંજે 5 વાગ્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter