રાષ્ટ્રપતિ પદ માટે રતન તાતા અને મનોહર જોશીના નામોની ચર્ચા

Friday 31st March 2017 08:49 EDT
 

મુંબઈ: શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીને ભીંસમાં લેવા રાષ્ટ્રપતિપદ માટે સ્વયંસેવક સંઘના સંઘસંચાલક મોહન ભાગવતનું નામ આગળ કર્યું, પણ ખુદ મોહન ભાગવતને આ સમાચારને માત્ર મનોરંજનના સમાચાર ગણીવી દીધાં. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવદા મુખરજીનો રાષ્ટ્રપતિપદનો કાર્યકાળ જુલાઇ ૨૦૧૭માં પૂર્ણ થતો હોવાથી પ્રણવદાના અનુગામીની શોધ લેવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એક એક મહાનુભાવોના નામોની ચર્ચા ચાલી રહી છે. વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા અને લોકસભાના માજી અધ્યક્ષ અને શિવસેનાના વરિષ્ઠ નેતા ડો. મનોહર ગજાનન જોશીના નામો પણ ચર્ચામાં મોખરે આવ્યા હોવાનું જાણવા મળે છે.

રતન ટાટા અમુક સમય પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડક્વાર્ટર નાગપુરના રેશમીબાગમાં મોહન ભાગવતની મુલાકાતે ગયા હતા. ભાગવત અને ટાટા વચ્ચે ઘણા વિવિધ વિષયો ઉપર ખાસ્સી ચર્ચા પણ થઇ અને ટાટાના અમુક પ્રસ્તાવો ભાગવતને ગમ્યા પણ હતા.

બીજી તરફ શિવસેનાના વરિષ્ઠ નેતા તેમજ લોકસભાના માજી અધ્યક્ષ ડો. મનોહર ગજાનન જોશીનું પણ રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચામાં મોખરે આવ્યું છે. હાલ શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ડો. મનોહર ગજાનન જોશીને વિશેષ મહત્ત્વ આપતા નહીં હોય તો પણ ડો. મનોહર જોશીની પ્રદીર્ધ રાજનીતિનો અનુભવ, એમનો સ્વભાવ, નિર્ણયશક્ત તેમજ બધાને સાથે લઇને ચાલવાનો એમનો સ્વભાવ જોતાં ડો. મનોહર જોશી આ પદ માટે અત્યંત યોગ્ય હોવાનું રાજકીય વર્તુળમાં માનવામાં આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજનૈતિક ચાલ જોવા જતા તેઓ ઉદ્ધવને ‘ચેકમેટ’ આપવા માટે ડો. મનોહર ગજાનન જોશીના નામને પસંદગી આપીને સુરેશ પ્રભુવાળી કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter