રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતોની ગણતરી જટિલ પણ રસપ્રદ

Thursday 21st July 2022 07:28 EDT
 
 

સાંસદના વોટની વેલ્યૂનો નિયમ
• દેશના તમામ ધારાસભ્યોના વોટની વેલ્યૂનો સરવાળો 5,43,231.
• રાજ્યસભાના 233 ને લોકસભાના 543 સભ્યોનો સરવાળો 776.
• 5,43,231ને 766થી ભાગવા પર મળેલી સંખ્યાનો પૂર્ણાંક 700 એક સાંસદના વોટની વેલ્યૂ હોય છે.
એક વોટની વેલ્યૂ શા માટે અલગ-અલગ?
• વોટની વેલ્યૂ વર્તમાન અથવા અંતિમ વસતી ગણતરીના આંકડાના આધારે નક્કી નથી થતી. તેના માટે 1971ની વસ્તીને આધાર બનાવાઈ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીનો આધાર 2026 બાદ યોજાનારી વસતી ગણતરી બાદ બદલાશે. એટલે કે 2031ની વસતી ગણતરીના આંકડા પ્રસિદ્ધ થયા બાદ 1971ની વસતી ગણતરીના આધારે સાંસદો અને ધારાસભ્યોના વોટની વેલ્યૂ નક્કી થશે. તેની પાછળનું કારણ એ છે કે દરેક મત વાસ્તવમાં જનતાનું પ્રતિનિધિત્વ કરે.
રાજ્યવાર ધારાસભ્યોના મતનું કેટલું મહત્ત્વ હોય છે?
• દેશના સૌથી વધારે વસતીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ સૌથી વધારે 208 હોય છે. જ્યારે તે બાદ ઝારખંડ અને તામિલનાડુના એક ધારાસભ્યના વોટનું મૂલ્ય 176 તો મહારાષ્ટ્રના ધારાસભ્યના વોટની વેલ્યૂ 175 હોય છે. બિહારના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ 173 છે. જ્યારે ગુજરાતના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ 147 છે. સૌથી ઓછી વેલ્યૂ સિક્કિમના ધારાસભ્યની હોય છે. અહીંના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ 7 છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter