નવી દિલ્હી: કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન કરવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સમક્ષ હવે અધ્યક્ષપદ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. પક્ષપ્રમુખ મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથના નેતાઓએ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં તે અંગે સોનિયા સ્પષ્ટતા કરે તેવી માગ કરી છે. કોંગ્રેસમાં ૨૩ નેતાના પત્રનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક પત્ર પક્ષ સામે પડકારરૂપે સામે આવ્યો છે.
ગયા વર્ષે ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નવ વરિષ્ઠ નેતાઓએ વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવા અને પક્ષને 'ઈતિહાસ'નો ભાગ નહીં બનાવી દેવા જણાવાયું છે.
આ વખતે ઉત્તર પ્રદેશથી પત્ર આપ્યો છે. ચર્ચા છે કે, ગત વર્ષે કોંગ્રેસમાંથી પક્ષના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને આ પત્ર પાઠવ્યો છે. પત્ર લખનારાઓમાં મુખ્ય નામ પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ પ્રધાન સત્યમેવ ત્રિપાઠીના છે.
ઉત્તર પ્રદેશમાં પક્ષ તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તમને પક્ષના ઉત્તર પ્રદેશનાં પ્રભારી (પ્રયંકા ગાંધી વાડરા)એ વર્તમાન સ્થિત અંગે વાકેફ ન કર્યા હોય તેવું બની શકે છે. અમે લગભગ ૧ વર્ષથી તમને મળવા માટે એપોઇન્ટમેન્ટ માગીએ છીએ પણ ના પાડી દેવાય છે. અમે અમારા સસ્પેન્શન વિરુદ્વ અપીલ કરી હતી. કેન્દ્રીય શિસ્ત સમિતિને તે અંગે વિચારવારો સમય ન મળ્યો પક્ષના પદો પર એવા લોકોના કબજો છે કે જેઓ વેતનના આધારે કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સીડબલ્યુસીની બેઠકમાં મનમોહનસિંહ, એન્ટોની, રાહુલ ગાંધી સહિત એક જૂથે પત્ર લખનારા નેતાઓની આકરી ટીકા કરવા છતાં જી-૨૩ જૂથના નેતાઓએ તેમનું વલણ બદલ્યું નથી.
સોનિયા ગાંધીની જીવનકથા લખનારા રશિદ કિડવાઈના જણાવ્યા મુજબ બળવાખોર નેતાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી સ્પષ્ટ કરે કે તેઓ પોતાને અધ્યક્ષપદના ઉમેદવાર જાહેર કરશે કે નહીં. જો તેઓ તેમ ન કરવાના હોય તો કોંગ્રેસના કેટલાક નેતાઓને તેમને અધ્યક્ષ બનાવવાની માગ કરતા અટકાવે.