રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ પદ સંભાળોઃ કોંગ્રેસ

Wednesday 09th November 2016 11:28 EST
 

નવીદિલ્હીઃ સોમવારે દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા મામલે દરેકે સંમતિ વ્યક્ત કરી હતી. સાથે રાહુલ ગાંધીને આ કમીટીએ વિનંતી કરી હતી કે તેઓ પાર્ટીની કમાન સંભાળી લે. જોકે આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી હાજર નહોતા રહ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોંગ્રેસ વર્કિંગ કમીટીએ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે વિનંતી કરી હતી. રાહુલે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લીધો નથી. પણ તેઓએ કમીટીની બેઠક દરમિયાન કેન્દ્રની મોદી સરકારને વર્તમાન વિવાદો મામલે આડેહાથ લીધી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter