નવી દિલ્હીઃ રાહુલ ગાંધી તાજેતરમાં કૈલાસ માનસરોવરની યાત્રાએ હતા. તેમણે ૧૩ કલાક પગપાળા ચાલીને ૩૪.૩૧ કિલોમીટરની યાત્રા પૂરી કરી હોવાનું સેશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ભાજપના નેતાઓએ સવાલ ઉઠાવતાં કોંગ્રેસે સોશિયલ મીડિયા પર તસવીરો પણ રજૂ કરી હતી. રાહુલે કૈલાસ યાત્રાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેઓ કેટલાક સહયાત્રીઓ સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ૨૦ ગુજરાતીઓનું એક ગ્રૂપ રાહુલ સાથે જોવા મળ્યું હતું. અમદાવાદમાં રહેતા મિહિર પટેલે પણ રાહુલ ગાંધી સાથેના ફોટા વાયરલ કર્યા છે. મિહિરના જણાવ્યા મુજબ રાહુલ ફિટ છે અને ત્રણ દિવસની યાત્રા તેમણે બે દિવસમાં પૂરી છે. આટલી ઊંચાઈ ઓક્સિજનની ઘટ પડતી હોય છે. તે કારણે ઘણા યાત્રીઓ હેરાન થતા હોય છે. રાહુલને કોઈ મુશ્કેલી થઈ નથી. મિહિર અને રાહુલ ગાંધી બંને એક જ કેમ્પમાં હતા. રાહુલે ૨૪.૩૧ કિ.મી.નો રસ્તો ૪૬ હજાર ડગતાથી પૂરો કર્યો છે. સમગ્ર પ્રવાસ ૪૬૯ મિનિટમાં પૂરો થયો હતો.

