રિલાયન્સે ફ્યુચર રિટેલ સ્ટોર્સનો કબ્જો લીધો

Sunday 06th March 2022 05:56 EST
 
 

મુંબઇઃ કિશોર બિયાણી સંચાલિત ફ્યુચર ગ્રૂપ લેન્ડલોર્ડ્સને લીઝ ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા પછી રિલાયન્સ રિટેલે ફ્યુચર રિટેલના ઓછામાં ઓછા 200 સ્ટોર્સનું સંચાલન સંભાળ્યું છે. લગભગ બે દાયકા પહેલાં કિશોર બિયાની દ્વારા આ રિટેલ ચેઈનની શરૂઆત કરવામાં આવી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફ્યુચર ગ્રૂપના 200 સ્ટોર્સની કામગીરી સંભાળી લેતા ફ્યુચર ગ્રૂપની કંપનીના શેર સોમવારે આસમાને પહોંચ્યા હતા. ફ્યુચર ગ્રૂપ હાલમાં ભારે નાણાકીય તંગીનો સામનો કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કિશોર બિયાનીની આગેવાની હેઠળનું ફ્યુચર ગ્રૂપ લેન્ડલોર્ડ્સને લીઝ ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા પછી રિલાયન્સ રિટેલે ફ્યુચર રિટેલના 200 સ્ટોર્સનું સંચાલન સંભાળ્યું છે અને તેના કર્મચારીઓને નોકરીની ઓફર પણ કરી છે.
ફ્યુચર પાસે 1,700 કરતાં વધુ આઉટલેટ્સ હોવા છતાં, રિલાયન્સ જે 200 સ્ટોર્સને રિબ્રાન્ડ કરવાનું છે તે આ જૂથની મુખ્ય સુપરમાર્કેટ ચેઇન બિગ બજાર હશે, લગભગ બે દાયકા પહેલાં કિશોર બિયાની દ્વારા આ રિટેલ ચેઈનની શરૂઆત કરવામાં આવી હતી.
બીજી તરફ આ મામલાથી નારાજ ફ્યુચર ગ્રૂપની ભાગીદાર એમેઝોન ફ્યુચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના સ્ટોર્સના લીઝ માળખામાં ફેરફાર અને કંપનીના સ્વતંત્ર નિર્દેશકોની ભૂમિકા પર સવાલ ઉઠાવીને દિલ્હી હાઈ કોર્ટ અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલનો સંપર્ક કરવાની યોજના બનાવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter