રૂ. 20 કરોડ રોકડા મળ્યાઃ બંગાળના મંત્રી અને તેની સાથીની ધરપકડ

Wednesday 27th July 2022 08:16 EDT
 
 

ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટરજીની મહિલા સાથી અને અભિનેત્રી અર્પિતા મુખરજીના ઘરેથી રૂ. 20 કરોડ રોકડા મળ્યા બાદ બન્નેની ધરપકડ કરી છે. ચેટરજી સામે શિક્ષક ભરતી કૌભાંડ આચરવાનો આરોપ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બન્ને પાસેથી આ સિવાય પણ સ્થાવર અને જંગમ મિલકતના ઢગલાબંધ દસ્તાવેજો મળ્યા છે, જેની તપાસ ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter