નવી દિલ્હીઃ સીબીઆઈએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમનાં પત્ની આરતી સિંઘલ વિરુદ્ધ લોન પેટે રૂ. ૨,૩૪૮ કરોડની છેતરપિંડી મામલે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે. સંજય સિંઘલની પત્ની આરતી આ કંપનીની વાઈસ ચેરમેન છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ એલઓસી બહાર પડાયુું છે જેથી આરોપીઓને અનુમતિ વગર દેશ બહાર જતા અટકાવી શકાય. સરકારી એજન્સીઓ કોઈ પણ વ્યક્તિ પર નજર રાખવા માટે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડે છે. જો સિંઘલ અને તેની પત્ની દેશ બહાર જવાનો પ્રયત્ન કરે તો તમામ વિમાનીમથકો પર તૈનાત ઈમિગ્રેશન અધિકારીઓ અને દેશભરમાં બહાર આવવા-જવાના માર્ગ પર તૈનાત અધિકારીઓએ તેની સૂચના સીબીઆઈને આપવી પડશે.