રૂ. ૨૦ લાખથી ઓછી રકમના ટેક્સ વિવાદોના કોર્ટકેસ બંધ

Thursday 12th July 2018 07:50 EDT
 

નવીદિલ્હીઃ સરકારે કરવેરા વિભાગો દ્વારા ટ્રિબ્યુનલ કે કોર્ટમાં અપીલ કરવા માટેની રકમની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે કાનૂની કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે. એ જ પ્રમાણે કરવેરા વિભાગ કેસમાં રૂ. ૨૦ લાખના વેરાની સંડોવણી હશે તો જ આઈટીએટી/સીઈએસટીએટીમાં અપીલ દાખલ કરી શકશે. હાલમાં આ મર્યાદા રૂ. ૧૦ લાખની છે.

એ જ પ્રમાણે કરવેરાની સંડોવણી રૂ. ૫૦ લાખની હશે તો હાઇકોર્ટમાં અપીલ કરી શકશે. હાલમાં હાઇકોર્ટમાં અપીલ કરવા માટેની લઘુતમ મર્યાદા રૂ. ૨૦ લાખની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter