રૂ. ૨૦૦૦ની ચલણી નોટ છાપવાનું કામ ઓગસ્ટથી શરૂ થયું હતું

Wednesday 16th November 2016 07:30 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નવી કરન્સી નોટ અત્યંત ગુપ્ત રીતે મૈસુર ખાતે પ્રિન્ટ થઈ છે. જે પેપર પર આ નોટ પ્રિન્ટ કરાઈ છે તે પેપર ઈટાલી, જર્મની અને લંડનથી આયાત થયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યા અનુસાર આરંભિક તબક્કામાં નોટ પ્રિન્ટ કરવા માટે મધ્ય પ્રદેશના દેવાસ, મહારાષ્ટ્રના નાસિક અને પશ્ચિમ બંગાળના સાલબોની ખાતેના સરકારી પ્રિન્ટિંગ પ્રેસનો ઉપયોગ કરાયો નથી. અધિકારીઓએ કહ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રૂ. ૨૦૦૦ રૂપિયાની ૪૮ કરોડ જેટલી નોટ અને એટલી જ સંખ્યામાં ૫૦૦ રૂપિયાની નવી નોટ છાપવાનું કામ શરૂ કરી દેવાયું હતું.
‘ડોલર’ જેવા ફીચર્સ
નિષ્ણાતોના કહેવા મુજબ, મેજન્ટા કલરની નોટમાં સિક્યુરિટી ફિચર્સમાં રંગોનું એવું મિશ્રણ છે કે અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં તે અલગ ઉભરી આવે છે. આ નોટમાં જે સિક્યુરિટી ફિચર્સ છે તે ડોલરની સમકક્ષ છે અને ડુપ્લિકેટ કરવી મુશ્કેલ છે. FSLના નિષ્ણાતોના મતે નોટને લહેરાવવાથી કે ધીમેથી ઠપકારવાથી થતો અવાજ (ક્રેકિંગ સાઉન્ડ) ગમે તેવો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ૨૦૦૦ની નવી નોટનો કાગળ પાતળો હોવા છતાં સ્મૂધ અને ટકાઉ છે. કોટન ફાઈબરની બનેલી આ નોટ આસાનીથી ફાટે તેવી નથી.
 નકલી નોટ બજારમાં
લોકોને હજુ અસલી બે હજારની નોટ માંડ મળી છે ત્યારે બે હજારની ડુપ્લીકેટ નોટ બજારમાં મૂકી દીધાની ઘટના બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter