નવી દિલ્હીઃ તા. ૧ઃ રૂ. ૨૦૦૦ની નોટ અંગે વ્યક્ત થયેલી અનેક આશંકાઓ વચ્ચે આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેન્કે આ નોટનું પ્રિન્ટિંગ હવે બંધ કરી દીધું છે. ‘ઈન્ડિયા ટુડે’ નેટવર્કના આરટીઆઈ સેલએ કરેલી અક અરજીના જવાબમાં સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઈએલ)એ કહ્યું કે રૂ. ૨૦૦૦ની નોટો છાપવા માટે આરબીઆઈ તરફથી કોઈ માગણી કરાઈ નથી. હાલ એસપીએમસીઆઈએલ માત્ર રૂ. ૫૦૦ અને તેનાથી ઓછા દરની નોટો (રૂ. ૫ અને રૂ. ૨ સિવાય) પ્રિન્ટ કરી રહી છે. આ ઘટનાને પગલે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે બે હજારની નોટ ચલણમાંથી પાછી પણ ખેંચાઈ શકે છે.