નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ નયતિ હેલ્થકેરના ચેરમેન નીરા રાડિઆ અને અન્ય ચાર વિરુદ્ધ FIR દાખલ કરી છે. ઓર્થેપોડિક સર્જન રાજીવ શર્માએ દાખલ કરેલી ફરિયાદને આધારે આ કાર્યવાહી કરાઈ છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ગુરુગ્રામની નયતિ હેલ્થકેર અને એક અન્ય કંપની નારાયણી ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પર ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ બેંક લોનની રકમનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. નયતિ અને નારાયણી પર ગુરુગ્રામની વિમહંસ હોસ્પિટલ અને દિલ્હીની પ્રિમામેદ હોસ્પિટલના પ્રોજેક્ટમાં ૨૦૧૮થી ૨૦૨૦માં ૩૧૨.૫૦ કરોડ રૂપિયાની રકમની ઉચાપતનો આરોપ છે.