રૂ. ૫૦૦ કરોડનું શિવલિંગ જપ્ત

Thursday 13th January 2022 06:44 EST
 
 

મુંબઈઃ તામિલનાડુ સીઆઇડીની ટીમે તંજાવુરની એક બેંકના લોકરમાંથી ૫૦૦ કરોડ રૂપિયાની કિંમતનું પ્રાચીન શિવલિંગ હસ્તગત કર્યું છે.
સીઆઇડીને એવી જાણકારી મળી હતી કે તંજાવુરમાં એક ઘરમાં અત્યંત દુર્લભ અને પ્રાચીન શિવલિંગ રાખવામાં આવ્યું છે. આ બાતમીને આધારે અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. પગેરું મળતાં તંજાવુરના અરુલાનંદ નગરના એક ઘરમાં પહોંચ્યા હતા અને પૂછપરછ કરતા ખબર પડી હતી કે આ શિવલિંગ બેંકના લોકરમાં રાખવામાં આવ્યું છે. આથી એડીજીપી જયંત મુરલીની રાહબરી નીચે લોકર તપાસવામાં આવતા પન્નામાંથી બનેલું ૫૩૦ ગ્રામ વજનનું આઠ સે.મી. ઉંચું આ શિવલિંગ મળી આવ્યું હતું.
૨૦૧૬માં નાગાપટ્ટિનમ જિલ્લાના થિરુકુપલાઇના શિવમંદિરમાંથી એક શિવલિંગ ગુમ થયું હતું એ જ આ શિવલિંગ છે કે નહીં તેની પોલીસ તપાસ કરે છે. આ દુર્લભ શિવલિંગની કિંમત ૫૦૦ કરોડ અંદાજવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter