રૂ. ૬૪૦ કરોડના બેંકફ્રોડમાં ૫૦થી વધુ દરોડા

Wednesday 10th July 2019 07:25 EDT
 

નવી દિલ્હીઃ સીબીઆઈ અને ઈડીએ લોન ડિફોલ્ટરો સામે સખત કાર્યવાહી કરી છે અને એના ભાગ રૂપે બીજીએ સીબીઆઈએ દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ ૧૮ શહેરોમાં ૫૦થી વધુ સ્થળે દરોડા પાડયા હતા. આ કાર્યવાહીના પગલે સીબીઆઈએ સરકારી બેંકો પાસેથી આશરે  રૂ. ૬૪૦ કરોડની લોન લઈને એને પાછી નહીં ચૂકવનારા બિઝનેસમેનો સામે ૧૪ કેસ નોંધ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter