પટનાઃ જિલ્લા કોર્ટે પાંચમીએ આદિત્ય સચદેવ હત્યા કેસમાં જેડી(યુ)ના સસ્પેન્ડ થયેલા વિધાન પરિષદ સભ્ય મનોરમાદેવીના પુત્ર રોકી યાદવ તેમજ અન્ય બેને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે રોકીના પિતા બિંદી યાદવને પણ પાંચ વર્ષ કેદની સજા ફટકારી હતી. સાત મે ૨૦૧૬ના રોજ રસ્તા પર રોકીનાં વાહનને ઓવરટેક કરતાં બારમા ધોરણના વિદ્યાર્થી આદિત્યની હત્યા થઈ હોવાના કિસ્સામાં અદાલતે રોકીને ગયા સપ્તાહે દોષિત જાહેર કર્યો હતો. અધિક જિલ્લા સત્રીય જજ સચ્ચિદાનંદસિંહે રાકેશકુમાર રંજન ઉર્ફે રોકીના પિતા બિંદી યાદવ, પિતરાઈ ટેની યાદવ, માતાના સુરક્ષાગાર્ડ રાજેશકુમારને પણ આઈપીસીની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા હતા.