મનીલાઃ આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે છઠ્ઠીએ જણાવ્યું છે કે દેશમાં કરન્સીની કોઈ અછત નથી. વધારાની માગ પૂરી થાય છે. દૈનિક રૂ. ૩,૦૦૦ કરોડની રૂ. ૫૦૦ની નોટો છપાઈ રહી છે. ગર્ગે કહ્યું કે દેશમાં રૂ. ૨૦૦૦ની રૂ. ૭ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં છે. તેથી રૂ. ૨૦૦૦ની નવી નોટો બહાર પડાતી નથી. લોકોને ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટોથી લેવડ-દેવડમાં સરળતા રહે છે. તેથી ૫૦૦ની નોટોનો પૂરતો પુરવઠો કરાઈ રહ્યો છે.