નવી દિલ્હીઃ બિકાનેર જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રોબર્ટ વાડરાની કંપનીની ૪.૬૨ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે તેમ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું છે. ભારત-પાકિસ્તાનની સરહદ પાસે હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં રોબર્ટ વાડરાની કંપનીએ ખરીદેલી જમીનના સંદર્ભમાં બિકાનેરના તહેસીલદારે આ જમીન સોદામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ કરતા રાજસ્થાન પોલીસે એફઆઇઆર અને ચાર્જશીટ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ જ કેસના સંદર્ભમાં વાડરા અને તેમની માતા જયપુરમાં ઇડીની ઓફિસ સમક્ષ હાજર થયા હતાં.

