રોબર્ટ વાડ્રાની ઓફિસોમાંથી ઈડીને મહત્ત્વના પુરાવા મળ્યા

Wednesday 12th December 2018 08:24 EST
 
 

નવીદિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે રોબર્ટ વાડ્રાને સંલગ્ન ઓફિસોમાં રેડ કરી હતી. એક ચર્ચા પ્રમાણે આ કાર્યવાહી લગભગ ૧૬ કલાક સુધી ચાલી હતી. રેડ દરમિયાન ઘણા મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા છે જેમાં તેમની સંપત્તિને લઇને ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, લંડન અને ભારતના અલગ અલગ શહેરોમાં વાડ્રાના નામની પ્રોપર્ટી છે.
રેડ બાદ ઇડી અધિકારીઓ પાસેથી મળેલી જાણકારીમાં કહેવામાં આવ્યું હતું કે, વાડ્રાના સહયોગીઓનું નામ સંરક્ષણ સોદામાં કથિત રીતે કમિશન લેવામાં આવ્યું છે. જે લોકોના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી, તેમના બેંક એકાઉન્ટમાં ડિફેન્સ સપ્લાયર્સની જેમ મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેને લગતા પુરાવા પ્રવર્તન નિદેશાલયના હાથે લાગ્યા છે. રોબર્ટ વાડરા સોન્યા ગાંદીના જમાઈ છે. કોંગ્રેસે આ દરોડા રાજકીય કિન્નાખોરીને કારણે પાડ્યા હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter