લાલચી સાસરિયાઓએ વહુના માથે લખાવ્યું ‘મારો બાપ ચોર’

Wednesday 29th June 2016 08:32 EDT
 

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં પરણિત દીકરીના માતા-પિતાએ પોલીસમાં દહેજના કારણે હેરાનગતિ કરવાનો સાસરિયાઓ પર કેસ નોંધાવ્યો છે તેમણે જણાવ્યું કે, સાસરિયાઓએ પહેલાં તો તેમની પુત્રીની સાથે મારપીટ કરી અને પછી જ્યારે તે બેભાન થઈ ગઈ તો તેના શરીર પર સાત જગ્યાએ છૂંદણા કરાવ્યાં અને ગાળો લખાવી. તેમની પુત્રીના માથે ટેટુ કરાવીને લખાવ્યું કે ‘મારો બાપ ચોર છે.’ કારણ કે મહિલાના માતા પિતાએ ગત વર્ષે થયેલા લગ્નમાં ૫૧૦૦૦ રૂપિયા દહેજ આપ્યું ન હતું. એટલું જ નહીં શરીરના અન્ય ભાગોમાં ગાળો ટેટુ તરીકે ચિતરાવી છે.
યુવતીના માતા પિતાનો દાવો છે કે સાસરિયાઓએ ગત મહિને તેને નશીલો પદાર્થ ધરાવતું કોઈ પ્રવાહી પીવડાવ્યું હતું અને પછી અલવર સ્થિત ગામથી કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જઈને શરીર પર આવા છૂંદણા ત્રોફાવ્યાં. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ યુવતીનું કહેવું છે કે તેની સાથે ગેંગરેપ પણ કરાયો. હાલ મેડિકલ તપાસ કરવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter