રાંચીઃ રાંચી સીબીઆઇ કોર્ટ દ્વારા જનતાદળ(યુ)ના નેતા લાલુપ્રસાદ યાદવ પર બેનામી સંપત્તિ અને ચારાકાંડના આરોપની સુનાવણીઓ થઈ રહી છે. સુનાવણીમાં લાલુએ રમૂજવૃત્તિ સાથે જજને કહ્યું કે ‘જેલમાં ઠંડી બહુ લાગે છે.’ ન્યાયાધીશે તેમને વળતો જવાબ આપ્યો કે, ‘...તો તબલા વગાડો.’ લાલુના કેસની સુનાવણી પાંચમીએ પણ ચાલુ હતી. લાલુએ કોર્ટમાં રમૂજ કરતાં સીબીઆઇના સ્પેશિયલ જજ શિવપાલ સિંહે તેમને તુરંત જ હાસ્ય ફેલાવી દેનારો જવાબ આપ્યો કે, ‘...તો પછી તબલા વગાડો.’ સુનાવણી દરમિયાન કોર્ટમાં ભરચક લોકો હતા. જજે આ ઉપરાંત પણ લાલુને રોકડું પરખાવતાં કહી દીધું હતું કે, કડક રહ્યા હોત તો ચારાકાંડ થાત જ નહીં. લાલુપ્રસાદ પટણા યુનિવર્સિટીમાંથી એલએલબી થયેલા છે. જજે કહ્યું હતું કે, તમે ચારાકાંડ દરમિયાન ઝડપથી પગલાં લીધા નહોતાં ત્યારે લાલુએ જવાબ આપ્યો કે મેં પણ પટણા યુનિવર્સિટીમાંથી વકીલાત પાસ કરી છે. કાયદો હું પણ જાણું છું તેથી આપને આ બાબતે ઉદારતાથી વિચારવા માટે વિનંતી કરું છું.