નવી દિલ્હીઃ દિલ્હી લિકર એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા શુક્રવારે - 19 ઓગસ્ટે સવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના નિવાસે તેમજ અન્ય 30 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. 14 કલાક ચાલેલા દરોડા પછી સીબીઆઈએ સિસોદિયા તેમજ અન્ય 14 સામ કેસ કરીને એફઆઈઆર દાખલ કરી હતી.
દરોડા દરમિયાન સિસોદિયાનાં ઘરેથી કેટલાક સિક્રેટ દસ્તાવેજો, ફોન તેમજ કોમ્પ્યૂટર જપ્ત કરવામાં આવ્યા હતા. એફઆઈઆરમાં સિસોદિયાનું નામ મુખ્ય આરોપી તરીકે સૌથી પહેલું હતું. સિસોદિયાના નિકટના લોકો દ્વારા શરાબના વેપારીઓ પાસેથી કમિશન તરીકે પૈસા લેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નિકટના લોકો કમિશન ઉઘરાવતા હતા
એફઆઈઆર પરથી જાણવા મળે છે કે સિસોદિયાના નિકટનાં લોકો દ્વારા લિકરના વેપારીઓ પાસેથી કમિશન ઉઘરાવાતું હતું. જેમાં અમિત અરોરા, દિનેસ અરોરા તેમજ અરુણ પાંડેના નામ સામલે છે. કમિશનના બદલામાં લાઇસન્સ આપવામાં આવતું હતું.
સિસોદિયાએ પોતાની સામેના તમામ આરોપો ફગાવતા કહ્યું હતું કે અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. સીબીઆઈનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. મારા ફોન અને કોમ્પ્યૂટર જપ્ત કરવામાં આવ્યા છે. 2024નો ચૂંટણી જંગ ‘આપ’ અને ભાજપ વચ્ચે લડાશે. કેજરીવાલથી ડરી ગયેલી કેન્દ્ર સરકાર તેમને રોકવા માટે દરોડા પડાવી રહી છે.
દિલ્હીમાં રેવડી અને બેવડી સરકારઃ ભાજપ
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર હાલ સત્તા પર છે. હવે મનીષ સિસોદિયાએ તેમું નામ બદલીને MONEY SHH કરી નાખ્યું છે.


