લીનાએ હવે શિવ-પાર્વતીને ધુમ્રપાન કરતા દર્શાવ્યા

આગાખાન મ્યુઝિયમે લીનાની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવા પર માફી માગી

Wednesday 13th July 2022 06:12 EDT
 
 

નવી દિલ્હીઃ કેનેડિયન ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઇએ કાલી ફિલ્મના પોસ્ટરના વિવાદ મધ્યે વધુ એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. તેણે પોતાના ટ્વીટમાં એક તસવીર જારી કરી છે જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની ભુમિકા કરી રહેલા અદાકારોને ધુમ્રપાન કરતા દર્શાવાયા છે. ફોટો ટ્વીટ કરતા લીનાએ લખ્યું છે કે અન્ય કોઇ સ્થળે. હવે લીનાના આ ટ્વીટ પર પણ વિવાદ સર્જાઇ રહ્યો છે. ભાજપના નેતા શેહજાદ પૂનાવાલાએ લખ્યું છે કે આ કોઇ રચનાત્મક અભિવ્યક્તિ નથી પરંતુ જાણીજોઇને ઉશ્કેરણી કરવાનો મામલો છે. લીના એટલા માટે બેફામ બની રહી છે કારણ કે તેને ડાબેરીઓ, કોંગ્રેસ અને ટીએમસી જેવી પાર્ટીઓ સપોર્ટ કરી રહી છે.
કેનેડિયન ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઇની દસ્તાવેજી ફિલ્મ કાલીના વિવાદાસ્પદ પોસ્ટરને ટ્વિટરે હટાવી લીધું છે. ટોરેન્ટો સ્થિત આગાખાન મ્યુઝિયમે પણ દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરવા માટે માફી માગી છે. દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરનાર સંસ્થા કેનેડા એક્સેલન્સ રિસર્ચ ચેરે પણ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અમે આ દસ્તાવેજી ફિલ્મ સામેના વિરોધથી અવગત છીએ અને તે અંગે કાર્યવાહી કરી રહ્યાં છીએ.
ટ્વિટરના પગલાંનો વિરોધ કરતાં લીનાએ એક ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધિક્કાર ફેલાવનારાઓની પોસ્ટ પણ હટાવશે? આ અત્યંત વિચિત્ર બાબત છે. શું ટ્વિટર ઇન્ડિયા બે લાખ જેટલા ધિક્કાર ફેલાવતા લોકોના ટ્વીટ હટાવશે? આ વાહિયાત લોકોએ તેમને જે વાંધાજનક લાગતું હતું તે જ પોસ્ટર પ્રસરાવ્યું છે. કાલીને રહેંસી નખાતી નથી. કાલી પર બળાત્કાર થતો નથી. કાલીનો નાશ કરી શકાતો નથી. કાલી મોતની દેવી છે.
ટ્વિટરે જણાવ્યું છે કે લીના મણિમેકલાઇનું ટ્વીટ કાયદેસરની માગને પગલે હટાવી લેવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter