લુધિયાણાની કોર્ટમાં બોમ્બ વિસ્ફોટઃ ૧નું મોત, પાંચ ઘવાયાં

Friday 24th December 2021 04:09 EST
 
 

લુધિયાણાઃ પંજાબના લુધિયાણાની જિલ્લા અદાલતમાં ગુરુવાર - ૨૩ ડિસેમ્બરે બ્લાસ્ટ થયો છે. કોર્ટના ત્રીજા માળે આ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એકનું મોત થયું છે. જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઘવાયા છે. અહેવાલો અનુસાર કોર્ટના ત્રીજા માળે આવેલા બાથરૂમમાં આ ધડાકો થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાથરૂમમાંથી એક ક્ષત-વિક્ષત મૃતદેહ પણ મળી આવ્યો હતો. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ મતૃતદેહ સ્યૂસાઈડ બોમ્બરનો છે. આ ઘટનાના પગલે પંજાબમાં એલર્ટ જાહેર કરાયું છે. મુખ્ય પ્રધાન ચન્નીએ વિસ્ફોટની આ ઘટનાને રાષ્ટ્રવિરોધી તત્વોનું કૃત્ય ગણાવી હતી.

વિસ્ફોટની તપાસ માટે એનઆઇએની ટીમ પણ લુધિયાણા પહોંચી છે. એનઆઈએની ટીમ પોલીસ સાથે મળીને વિસ્ફોટની તપાસ કરશે. આ વિસ્ફોટ માટે પાક.સ્થિત ખાલિસ્તાની સંગઠન જવાબદાર હોવાનું મનાય છે. ગૃહ મંત્રાલય પંજાબ સરકાર પાસેથી આ અંગેનો રિપોર્ટ મગાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter