નવી દિલ્હી: નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા છે. ચીફ ઓફ સ્ટાફ ડિફેન્સ જનરલ બિપિન રાવતના આકસ્મિક અવસાનના નવ મહિના બાદ દેશને નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળ્યા છે. અનિલ ચૌહાણ મિલિટરી અફેર્સ ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે પણ કામ કરશે. ચૌહાણ દેશની સુરક્ષા અને સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત થઈ ચૂક્યા છે. સેનાની પૂર્વિય કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ 40 વર્ષની શાનદાર કેરિયર બાદ 31 મે 2021ના રોજ સેવાનિવૃત્ત થયા હતા. તેમના કમાન દરમિયાન પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉગ્રવાદમાં મોટો ઘટાડો થયો હતો અને તેથી સૈન્ય તૈનાતીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.


