લોકડાઉનથી બચવાનું છે: વડા પ્રધાન

Wednesday 21st April 2021 02:58 EDT
 
 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડા પ્રધાન મોદી મંગળવારે રાત્રે દેશને સંબોધન કર્યું છે. મોદીએ દેશમાં કોરોનાથી બગડી રહેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દા અંગે વાત કરી હતી.કોરોનાની બીજી લહેર તોફાની બનીને આવી છે. સાથોસાથ તેમણે એ વાતે પણ સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉન અંતિમ વિકલ્પ જ હોવો જોઇએ.
મોદીએ કહ્યું કે કોરોના વિરુદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.
મોદીએ કહ્યું કે, મારી વાતને વિસ્તારથી જણાવાત પહેલાં હું દેશના તમામ ડોકટર, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સુરક્ષાદળ, પોલીસ કર્મચારીની પ્રશંસા કરીશે. તમે કોરોનાની પહેલી લહેરમાં પણ પોતાના જીવને દાંવ પર લગાવ્યો હતો. આજે ફરી તમે આ સંકટને પોતાના પરિવાર, સુખ અને ચિંતાઓને છોડીને બીજાના જીવનમાં બચાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છો.
તેમણે કહ્યું કે આ વખતે કોરોના સંકટમાં દેશના અનેક વિસ્તારમાં ઓક્સિજનની ડિમાન્ડ ઘણી જ વધી છે. આ વિષય પર તેજીથી અને સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રાઈવેટ સેક્ટર, તમામના પૂરતાં પ્રયાસ છે કે દરેક જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન મળે. ઓક્સિજન પ્રોડક્શન અને સપ્લાઈને વધારવા માટે અનેક સ્તરો પર ઉપાય કરવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter