લોકડાઉનથી ભારતીય અર્થતંત્રને રૂ. ૮ લાખ કરોડનું નુકસાન

Wednesday 15th April 2020 05:44 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોનાની મહામારીના પ્રસારને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને સાતથી આઠ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ લોકડાઉનને કારણે મોટાભાગની કંપનીઓ બંધ રહી, ઉડ્ડયન સેવાઓ બંધ રહી અને ટ્રેનોનું પરિચાલન પણ બંધ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે વડા પ્રધાન મોદીએ ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણ ૭૦ ટકા આર્થિક પ્રવૃત્તિઓ, રોકાણ, નિકાસ બંધ થઇ ગઇ છે.
આ લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ, કૃષિ, બેકિંગ સહિતની કેટલીક વસ્તુઓને મંજૂરી આપવામાં આવી હતી. સેન્ટીં ઇન્સ્ટીટયુશનલ રિસર્ચે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં લોકડાઉન કરવાની એવા સમયે ફરજ પડી છે જ્યારે દેશના અર્થતંત્રમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યાં હતાં.
આ મહામારીને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના જીડીપીમાં ફરી એક વખત મોટો ઘટાડો જોવા મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter