લોકસભાની ચૂંટણીની સાથે જ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી શક્યઃ માધવ

Thursday 14th February 2019 05:38 EST
 

જમ્મુઃ ભાજપના મહામંત્રી રામ માધવે ૧૩મીએ કહ્યું હતું કે એવી શક્યતા છે કે લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની પણ ચૂંટણી યોજાય. 'અમારા કાર્યકરો મારફતે અમે રાજ્યના લોકો સુધી પહોંચવું જ પડશે અને લોકસભા જીતવી પડશે. શક્યતા એવી છે કે લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવે' એમ એક કાર્યક્રમમાં સંબોધતા તેમણે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter