નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વાકછટા અને ભાષણો દ્વારા લોકોના મનમાં અને રાજકારણમાં અલગ છાપ ઊભી કરેલી છે. તેમની આ જ ભાષણકળા ઉપર તાજેતરમાં જ એક અહેવાલ રજૂ થયો છે. તેમાં જણાવાયું છે કે, વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સરેરાશ ૧૯ ભાષણ આપ્યા હતા. ૨૬ મે ૨૦૧૪ના રોજ વડા પ્રધાનપદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી દર ત્રણ દિવસે સરેરાશ બે ભાષણ આપતા આવ્યા છે. લોકો સાથે સંવાદની કળા, ત્વરિત ભાષણ આપવાની ક્ષમતા પીએમની લોકપ્રિયતાના કારણો છે. વડા પ્રધાન બન્યા પછી અત્યાર સુધીમાં મોદીએ ૭૭૫ સાર્વજનિક સભાઓ સંબોધી છે અને ભાષણ આપ્યા છે.


