વડા પ્રધાન મોદીની ભત્રીજીનું પર્સ ખેંચી ભાગી જનાર એક પાકીટમારની ધરપકડ

Wednesday 16th October 2019 07:17 EDT
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીનાં દીકરી દમયંતીબહેને પરિવાર સાથે જૂના દિલ્હી રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને સામાન સંભાળતા હતાં. તે સમયે સામેથી સફેદ રંગની સ્કૂટીમાં આવેલા બે સ્નેચરે તેમના હાથમાંથી પર્સ છીનવી લીધું અને ભાગી ગયા હતા. દમયંતીબહેનની બેગમાં અંદાજે રૂ. ૫૬,૦૦૦, બે મોબાઇલ ફોન સિવાય પાન કાર્ડ અને અન્ય જરૂરી કાગળિયા હતા. દિલ્હીની સિવિલ લાઇન્સ પોલીસે કેસ નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે મોડી રાત્રે આરોપીઓને પકડી લીધા હતા.દમયંતીબહેને કહ્યું કે પોતાના પતિ વિકાસ મોદી અને બે દીકરીઓ સાથે સુરતમાં રહે છે. તેઓ પતિ અને બે દીકરીઓ સાથે ૧૨મી ઓક્ટોબરે અમૃતસરથી દિલ્હી પાછા આવતા હતા. સાંજે ૪ વાગ્યે તેમને અમદાવાદ માટે ફ્લાઇટ લેવાની હતી. જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી સવારે ૬.૩૦ વાગ્યે ઓટો રિક્ષા લઇને તેઓ સિવિલ લાઇન્સમાં  ગુજરાતી સમાજ ભવન પહોંચ્યા હતા. ત્યાં રીક્ષામાંથી ઉતરતા આ ઘટના બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter