વડા પ્રધાન મોદીને મળેલી ગિફ્ટની બોલી

Thursday 26th September 2019 06:00 EDT
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટના દિલ્હીની નેશનલ મોડર્ન આર્ટ ગેલરીમાં યોજાયેલા એક્ઝિબિશનમાં ૨૭૫૦ ગિફ્ટમાંથી ૧૪૦૦ની બોલી લાગી હતી. એક અઠવાડિયામાં ૫૨ હજાર લોકો બોલી પ્રક્રિયામાં સામેલ થયા હતા. આ એક્ઝિબિશન ૩ ઓક્ટોબર સુધી ચાલશે. આશરે ૫૨ હજાર લોકો બોલીમાં જોડાયા હતા અને લોકોને રસ સસ્તી વસ્તુઓમાં છે, પણ આ સસ્તી ભેટની બોલી મોંઘી ગિફ્ટની કિંમત કરતાં પણ વધારે પહોંચી ગઈ છે. જેમ કે ૧ હજાર રૂપિયાવાળી તલવારની બોલી ૨.૮૧ લાખ રૂપિયાએ પહોંચી હતી. જ્યારે સૌથી મોંઘી ગિફ્ટ એક્રેલિક પેઈન્ટિંગની કોઈએ બોલી લગાવી નથી. તેનો મૂળ ભાવ ૨.૫ લાખ છે. અત્યાર સુધી ૨૭૫૦ આઈટમમાંથી ૧૪૦૦થી વધુની બોલી લાગી ચૂકી છે.

ગિફ્ટમાં પેઈન્ટિંગ્સ, પોટ્રેટ, મૂર્તિઓ, પુસ્તકો, સ્મૃતિ ચિહન, પાઘડી, જેકેટ, અંગવસ્ત્ર, તલવાર, ગદા, પરંપરાગત વાજિંત્રો, શણગારની વસ્તુઓ સામેલ છે, જેમની મૂળ કિંમત ૨૦૦થી લઈને ૨.૫ લાખ રૂપિયા છે. એક્ઝિબિશનમાં મોદીને મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાંથી મળેલી ભેટ મુકાઈ છે. હરાજીથી મળનારી રકમનો ઉપયોગ નમામિ ગંગે યોજનામાં કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter