નવી દિલ્હી: વડા પ્રધાન મોદીએ સોમવારે ઓનલાઇન ખાસ ખરીદી કરી હતી. આંતરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમણે ખુદ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે મહિલા દિવસના અવસરે તેમણે મહિલા ઉદ્યમીઓ, ડિઝાનરો, દ્વારા તૈયાર કરાયેલી કેટલીક વસ્તુઓ ખરીદી છે. તેમાં તમિલનાડુની ખાસ શાલ, બંગાળના શણનું ફાઇલ ફોલ્ડર, આસામનો ગમછો પણ સામેલ હતો. તેમાં ખાસ વાત એ છે કે પશ્વિમ બંગાળ, આસામ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે.
૧૧,૯૮૫ રૂપિયાનું શુંશું ખરીદયું
મોદીએ કુલ ૧૧૯૮૫ રૂપિયા ખર્ચ કરી આ ખરીદી કરી હતી. તેમાં તમિલનાડુની શાલ રૂ. ૨૯૧૦, ટ્રાઇબલ પેઇન્ટિંગ રૂ. ૫૬૭, નગાશાલ રૂ. ૨૮૦૦, ખાદીસ્ટોલ રૂ.૧૨૯૯, બંગાળના શણનું બનેલું ફોલ્ડર રૂ. ૨૨૨, આસામનો ગમછો રૂ. ૧૯૫૦ અને કેરળનું પાલ્મ ફ્રાફ્ટ રૂ. ૨૨૩૭માં ખરીદયું હતું.