વરસાદથી દેશમાં તબાહીઃ પાંચ દિવસમાં ૧૪૫થી વધુનાં મોત

Wednesday 02nd October 2019 07:38 EDT
 
 

નવી દિલ્હી: સમગ્ર દેશમાં વરસાદનું તાંડવ વધ્યું છે. દેશના દરેક પ્રાંતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌથી માઠી અસર ઉત્તર પ્રદેશ અને બિહારની છે. ૨૫મીથી સતત ભારે વરસાદને પગલે પાંચ દિવસમાં ૧૪૫થી વધુનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશમાં જેલમાં પણ પાણી ઘૂસી ગયાં છે. બલિયામાં આવેલી એક જેલમાં ૧૦૦૦ કેદીઓની કોટડીમાં પાણી ઘુસી ગયા હતા, જેને પગલે આ કેદીઓને અન્ય જેલોમાં લઇ જવામાં આવ્યા હતા. આવી જ કફોડી સ્થિતિ બિહારની છે. બિહારમાં હોસ્પિટલોમાં પણ પાણી ઘૂસી ગયા છે.  અમુક રાજ્યોમાં અધિકારીઓને રજા આપવામાં આવી હતી તેને રદ કરવાનો આદેશ પ્રશાસને આપ્યો છે. બિહાર સરકારે એરફોર્સને કહ્યું છે કે હાલ સ્થિતિ વધુ કફોડી બની રહી હોવાથી એરફોર્સને હેલિકોપ્ટર મોકલવાની વિનંતી પણ કરવામાં આવી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter