વર્ષ ૨૦૦૫ પહેલાંની નોટ બદલી અપાશે નહીં

Saturday 02nd July 2016 07:48 EDT
 
 

નવી દિલ્હી: રિઝર્વ બેંક તરફથી વર્ષ ૨૦૦૫ પૂર્વેની ચલણી નોટોના સંદર્ભમાં આવી નોટોના એક્સ્ચેન્જ કે બદલો બેંકો ખાતેથી કરવાની સુવિધા ૧ જુલાઈથી રદ કરવામાં આવી છે. હવેથી બેંકોના બદલે રિઝર્વ બેંકની દેશમાંની ૨૦ ઓફિસેથી આવી નોટ બદલી અપાશે. જેમાં અમદાવાદની આરબીઆઈની ઓફિસ સામેલ છે. રિઝર્વ બેંકે જાન્યુ., ૨૦૧૪થી વર્ષ ૨૦૦૫ પૂર્વે જારી થયેલી ચલણી નોટો પાછી ખેંચવાની શરૂઆત કરી છે. હવે આ કામ રિઝર્વ બેંકની ઓફિસથી થશે. જોકે, કોઈ વ્યક્તિ ઓફિસ જવાને બદલે પોતાના બેંક ખાતામાં આવી નોટ જમા કરાવી શકે છે. રિઝર્વ બેંકે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, વર્ષ ૨૦૦૫ પૂર્વેની તમામ ચલણી નોટ કાયદેસર રીતે માન્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter