નવી દિલ્હીઃ વાઇસ એડમિરલ કરમવીર સિંહ ૩૧મી મેએ નિવૃત્ત થતા વર્તમાન એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લઈને ભારતીય નૌકાદળના નવા વડા બનશે.
નૌકાદળમાં સેવા બદલ એડમિરલ સિંહને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ મળી ચૂક્યો છે. ૩૧ મે ૨૦૧૬ના રોજ વાઇસ એડમિરલ કરમવીરસિંહે વાઇસ ચીફ નેવીનો પદભાર સંભાળ્યો હતો. સિંહ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલાના વિદ્યાર્થી છે.
૧૯૮૦માં તેઓ નૌકાદળમાં જોડાયા હતા. ૧૯૮૨માં તેઓ હેલિકોપ્ટર પાઇલટ બન્યા હતા. તેઓ ચેતક અને કામોવ હેલિકોપ્ટર ઉડાવી ચૂક્યા છે. પોતાની કારકિર્દીમાં તેઓ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપને કમાન્ડ કરી ચૂક્યા છે.


