વાડરા જમીન કેસમાં મોટાપાયે ગોટાળાઃ જસ્ટિસ ધીંગરા

Thursday 01st September 2016 06:01 EDT
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરાની મુશ્કેલીઓમાં વધારે થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોબર્ટ વાડરા - ડીએલએફ લેન્ડ ડીલની તપાસ માટે નિમવામાં આવેલી જસ્ટિસ ઢિંગરા સમિતિએ પહેલી સપ્ટેમ્બરે પોતાનો અહેવાલ હરિયાણા સરકારને સુપરત કર્યો હતો. જસ્ટિસ ધીંગરાએ પોતાનો ૧૮૨ પાનાંનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું કે, આ ડીલમાં મોટાપાયે ગોટાળા થયા છે.

આ ગોટાળા કરનારા તમામ લોકોના નામ તેમાં જણાવવામાં આવ્યા છે. રોબર્ટ વાડરા કે પછી પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનું નામ છે કે નહીં તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમાં પૂર્વ મુખ્ય પ્રધાનનું નામ હોવા અંગે સ્પષ્ટતા નથી, પણ તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. તેમણે પ્રધાન દ્વારા ગોટાળા સામે આંખ આડા કાન કર્યા હોવાની વાત પણ જણાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter