વાડરાની સંપત્તિ મુદ્દે સંજય ભંડારીની પૂછપરછ

Thursday 02nd June 2016 07:07 EDT
 
 

નવીદિલ્હીઃ લંડનમાં રોબર્ટ વાડરાના કથિત બેનામી ઘર અંગે એન્ફોર્સમેન્ડ ડાયરેક્ટરેટ (ઈડી)એ હથિયારોના સોદાગર સંજય ભંડારીને નોટિસ મોકલી છે. તેમાં ભંડારી પાસેથી તેમની સંપત્તિ અને બેંક ખાતાની વિગતો માગી છે. આ મામલે આવકવેરા વિભાગે પણ કેટલાક દેશો પાસેથી ભંડારી દ્વારા ખરીદાયેલી સંપત્તિની વિગતો માંગી છે. તેમાંથી એક મકાન છે જે ભંડારીએ કથિતપણે ખરીદીને વાડરાને આપ્યું હતું.

ભંડારી પર સરકારી ગોપનીયતા કાયદા અંતર્ગત પણ કાર્યવાહી થવાની સંભાવના છે. કારણ કે વર્ષે એપ્રિલમાં ઈડીના કહેવાથી આવકવેરા વિભાગે ભંડારીના ઘરે દરોડો પાડ્યો હતો. તેમાં સંરક્ષણ પૂરવઠા સંબંધિત બેઠકની પણ વિગતો મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter